એપ્રિલ માસથી આવનારા સુધારા મુજબ જે લોકો પોતાના પેન્શનની અમુક રકમ ઉપાડી લેશે તે નિર્ણય તેમને માટે જોખમરૂપ બની જશે એમ નિષ્ણાંતોએ જણાવ્યું છે. નવા સુધારા મુજબ અડધા કરતા વધારે લોકોએ પોતાના પેન્શન ફંડમાંથી રકમ ઉપાડી લેવાનું નક્કી કર્યું છે. ૫૫થી ૬૪ વર્ષની વય જુથના હજારો લોકો પોતાના ગેરંટીડ પેન્શનની રકમ લેવા કરતા રોકડ રકમ લઇ લેવાનું પસંદ કરનાર છે.