પેમેન્ટમાં મોડું કરતી કંપનીઓના નામ ટ્રાફિક લાઈટમાં ચમકશે

Wednesday 09th January 2019 01:45 EST
 
 

લંડનઃ સપ્લાયરોને સમયસર નાણાં ચૂકવવામાં નિષ્ફળ રહેતી મોટી કંપનીઓના નામ હવે જાહેર કરવામાં આવશે. આવા ગુનેગારોના નામ દર્શાવવા માટે ટ્રાફિક લાઈટ વોર્નિંગ સિસ્ટમ શરૂ કરાશે.

વિલંબથી પેમેન્ટ ચૂકવનારી કંપનીઓ પર તવાઈ બોલાવવાના સરકારના હાલના પ્રયાસના ભાગરૂપે સ્મોલ બિઝનેસ કમિશનર પૌલ ઉપ્પલ આ સ્કીમને આ સપ્તાહે ખૂલ્લી મૂકશે. પેમેન્ટ ચૂકવવામાં વિલંબ કરનારના નામ લાલ લાઈટમાં દર્શાવાશે જેથી સપ્લાયરો ઈચ્છે તો તેમની સાથે બિઝનેસ કરવાનું ટાળી શકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter