પેરિસ બાદ હવે યુકેમાં બેડબગનો પગપેસારો ચિંતાજનક

લંડનમાં બસ, ટ્યુબ અને યુરોસ્ટારમાં સફાઇના આકરા નિયમ લાગુ કરાયાં

Tuesday 10th October 2023 13:35 EDT
 
 

લંડનઃ લંડનમાં વિક્ટોરિયા લાઇન પર એક પ્રવાસીના પગ પર બેડબગ દર્શાવતો વીડિયો વાઇરલ થતાં ભયનું વાતાવરણ સર્જાયું છે. માન્ચેસ્ટરની એક બસમાં પણ બેડબગ જોવા મળતાં આ દુષણ યુકેના અન્ય હિસ્સાઓમાં પણ પ્રસરી રહ્યું હોવાની ચિંતા સેવાઇ રહી છે.

ફ્રાન્સની રાજધાનીમાં હાલ બેડબગ હાહાકાર મચાવી રહ્યા છે ત્યારે લંડનના મેયર સાદિક ખાને શહેરના પબ્લિક ટ્રાન્સપોર્ટમાં બેડબગ વ્યાપક રીતે પ્રસરી રહ્યાં હોવાની ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. પેરિસમાં બસો અને ટ્રેનોમાં ઠેર ઠેર બેડબગ ફરી રહ્યાં છે, સાદિક ખાને આ દુષણ સામે કેવી રીતે લડવું તેનો તાગ મેળવવા માટે પેરિસના અધિકારીઓ સાથે પણ વાત કરી છે.

ટ્રાન્સપોર્ટ ફોર લંડન સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે. સીટોનું રોજિંદા ધોરણે ડિસઇન્ફેક્શન કરવાનો પ્રારંભ કરાયો છે. સાદિક ખાને જણાવ્યું હતું કે, અમે બસ, ટ્યૂબ અને યુરોસ્ટારમાં સફાઇના આકરા નિયમો અમલી બનાવ્યાં છે જેથી પેરિસ જેવી સ્થિતિ લંડનમાં ન સર્જાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter