લંડનઃ ગયા શનિવારે એસેક્સનો 29 વર્ષીય ડેનિયલ ડે સેન્ટ્રલ લંડનમાં આવેલા પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટર ખાતે બિગ બેનના એલિઝાબેથ ટાવર પર પેલેસ્ટિનિયન ઝંડા સાથે ચડી ગયો હતો. પોલીસે મહામહેનતે તેને નીચે ઉતાર્યો હતો. તેના પર સંરક્ષિત ઇમારતમાં ટ્રેસ પાસિંગના આરોપ મૂકાયા છે.