પેવમેન્ટ પાર્કિંગ પર પ્રતિબંધ મૂકવા ઉગ્ર માગ

સમગ્ર યુકેમાં નવા પાર્કિંગ કાયદા, 100 પાઉન્ડ દંડની જોગવાઇ

Tuesday 20th February 2024 12:06 EST
 

લંડનઃ લાંબા સમયથી પડતર એવા પાર્કિંગ કાયદા સમગ્ર યુકેમાં અમલમાં મૂકાઇ રહ્યાં છે જેમાં આકરા દંડની જોગવાઇ છે. લોકલ ગવર્મેન્ટ એસોસિએશને સ્કોટલેન્ડ જેવા પેવમેન્ટ પર પાર્કિંગ પર પ્રતિબંધ મૂકવાની પણ માગ કરી છે. તેમનું કહેવું છે કે આ પ્રતિબંધના કારણે નેબરહૂડને સુરક્ષિત બનાવી શકાશે. નવા પાર્કિંગ લો મુજબ તેનું ઉલ્લંઘન કરનારાને 100 પાઉન્ડ સુધીનો આકરો દંડ થઇ શકે છે.

આરએસીના પોલિસી હેડ સાયમન વિલિયમ્સ કહે છે કે પેવમેન્ટ પાર્કિંગથી ઘણી અસુવિધા થાય છે. મુખ્યત્વે પેવમેન્ટ પર કરાયેલા પાર્કિંગના કારણે રાહદારીઓ અને વ્હીલચેર પર જતા લોકોને ઘણી પરેશાનીનો સામનો કરવો પડે છે.

લોકલ ઓથોરિટીઝને કાયદાનો અમલ કરવાની સૂચના આપી દેવાઇ છે. તેનો અર્થ એ થયો કે પાર્કિંગ નિયમોનું ઉલ્લંઘન કરનારાને 100 પાઉન્ડનો દંડ કરાશે. જો તે 14 દિવસમાં દંડ ભરશે તો તેને 50 પાઉન્ડ ચૂકવવાના રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter