લંડનઃ સ્કોટલેન્ડ યાર્ડના એક પોલીસ અધિકારીને વાર્ષિક £૪૫,૦૦૦ની રકમ ઓવરટાઈમ તરીકે ચુકવાઈ હોવાનું બીબીસી દ્વારા માહિતી અધિકાર અરજીમાં બહાર આવ્યું છે. સ્ટાફની અછતના કારણે પોલીસ દળોએ સ્ટાફને જંગી ઓવરટાઈમ ચુકવવો પડે છે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ૨૦૧૪-૧૫ના વર્ષમાં 39 ફોર્સના ઓવરટાઈમ બિલમાં £૬ મિલિયનનો વધારો થયો છે અને ત્રણ વર્ષમાં ઓવરટાઈમની કુલ રકમ £૧ બિલિયનને આંબી ગઈ છે.
પોલીસ અધિકારીઓને ૨૦૧૪-૧૫માં ઓવરટાઈમ તરીકે £૩૧૩.૨ મિલિયન ચુકવાયા હતા, જે અગાઉના વર્ષે £૩૦૭.૧ મિલિયન હતા. વાર્ષિક ઓવરટાઈમ બિલનો ત્રીજો હિસ્સો તો મેટ્રોપોલીટન પોલીસ દળને ચુકવાય છે. મેટ. દળનું કહેવું છે કે આવશ્યક હોય ત્યારે જ અને સ્પેશિયાલિસ્ટ ભૂમિકા નિભાવતા મર્યાદિત સંખ્યાના અધિકારીઓને ઓવરટાઈમ ચુકવાય છે.