પોલીસ દ્વારા સ્ટ્રીપ એન્ડ સર્ચમાં મોટા ભાગના બાળકોની વંશીય પશ્ચાદભૂ

Wednesday 06th April 2022 02:00 EDT
 
 

લંડનઃ તાજેતરના વર્ષોમાં લંડનમાં મેટ્રોપોલીટન પોલીસ દ્વારા હજારો બાળકોની સ્ટ્રીપ એન્ડ સર્ચ (વસ્ત્રો ઉતારાવી તપાસ) કરાય છે તેમાંથી મોટા ભાગના બાળકો વંશીય પશ્ચાદભૂમાંથી આવતા હોવાનું Child Q કૌંભાડમાં બહાર આવ્યું છે. બાળકોની આવી રીતે જડતી નહિ કરવાની માગણીએ જોર પકડ્યું છે કારણકે તેનાથી તેમના કુમળા માનસ પર ખરાબ અસર પડે છે.

ગત 3 વર્ષમાં 5,279 બાળકોની તપાસ કરાઈ હતી તેમાંથી 3,939 એટલે કે 75 ટકા બાળકો વિવિધ વંશીય પશ્ચાદભૂ ધરાવતા હતા. આમાંથી 16 બાળકો 10થી 12 વર્ષની વચ્ચેના હતા. આ ડેટામાં ડ્રગ અપરાધ સાથેના 2,000 બાળકોનો પણ સમાવેશ થયો છે જેમની તપાસ ધરપકડ પછી કરાઈ હોવાથી લંડનમાં સ્ટ્રીપ એન્ડ સર્ચ હેઠળના યુવાનોની સંખ્યા ઘણી વધારે હોઈ શકે છે. થોડા સમય પહેલા પોલીસે 15 વર્ષીય અશ્વેત બાળા ‘Child Q’ પીરિયડમાં હોવાં છતાં હેકનીની શાળામાં કોઈ યોગ્ય વયસ્કની હાજરી વિના જ વસ્ત્રો ઉતારી તપાસ કરી હતી. આ કિસ્સામાં રેસિઝમની ભૂમિકા હોવાનું પણ રિપોર્ટમાં જાહેર કરાયું હતું. આ પછી મેટ પોલીસ ભારે દબાણ હેઠળ આવી છે.

ONSના તાજા ડેટા અનુસાર લંડનમાં લગભગ 60 ટકા લોકો વ્હાઈટ છે અને વિવિધ વંશીય બેકગ્રાઉન્ડ સાથેના લોકોની વસ્ત્રો ઉતારાવી તપાસ કરાય તેવી શક્યતા વધુ છે. જો બાળકો અશ્વેત હોય તો તેમની આવી તપાસ કરાવાની શક્યતા વધી જાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter