પોલીસ ફેડરેશનના સીઇઓ મુકુંદ ક્રિશ્નાની ભ્રષ્ટાચાર અને ફ્રોડના આરોપસર ધરપકડ

હોદ્દાનો દુરુપયોગ કરી ફ્રોડની તપાસ ડોમેસ્ટિક કરપ્શન યુનિટને સોંપાઇ

Tuesday 10th March 2026 12:06 EDT
 
 

લંડનઃ પોલીસ ફેડરેશન ઓફ ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સના અધ્યક્ષ મુકુંદ ક્રિશ્નાની ભ્રષ્ટાચારની શંકાના આધારે લંડન પોલીસ દ્વારા ધરપકડ કરાઇ હતી. પોલીસે જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં ક્રિશ્નાએ ફેડરેશનમાં તેમના કાર્યકાળ દરમિયાન હોદ્દાનો દુરુપયોગ કરીને આચરેલા ફ્રોડની તપાસ અમારું ડોમેસ્ટિક કરપ્શન યુનિટ કરી રહ્યું છે. આ મામલે પોલીસે વેલ્સ, સમરસેટ, લંડન અને સરેમાં દરોડા પણ પાડ્યા હતા.

ડિટેક્ટિવ સુપ્રિન્ટેન્ડેન્ટ જેમ્સ હાલકિટે જણાવ્યું હતું કે, કરપ્શન યુનિટ નેશનલ પોલીસ ફેડરેશન ઓફ ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ સાથે સંકળાયેલા 3 વ્યક્તિ સામે ફ્રોડના આરોપની તપાસ કરી રહ્યું છે. જે અંતર્ગત સરેના 46 વર્ષીય, વેલ્સના 51 વર્ષીય અને બ્રિસ્ટોલના 55 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરાઇ છે.

પોલીસ ફેડરેશન ઓફ ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ કોન્સ્ટેબલથી માંડીને ચીફ ઇન્સ્પેક્ટર સુધીના પોલીસ અધિકારીઓનું પ્રતિનિધિત્વ કરતું ઓર્ગેનાઇઝેશન છે. જે તેમને વેલ્ફેર સપોર્ટ અને વેતનની શરતો પર મંત્રણા જેવા કામ કરે છે.  2024માં મુકુંદ ક્રિશ્નાની ફેડરેશનના સૌપ્રથમ સીઇઓ તરીકે નિયુક્તિ કરાઇ હતી. જો કે તેઓ પોલીસ અધિકારી નથી પરંતુ મેનેજમેન્ટના માણસ છે. ફેડરેશનમાં જોડાતા પહેલા તેઓ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે કામ કરતા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter