પોસ્ટ ઓફિસ IT કૌભાંડમાં મોડાં ક્લેઈમ કરનારાને પણ વળતર

ઓછામાં ઓછા 200 પોસ્ટમાસ્ટર્સને તેઓ ત્રણ મહિનામાં અરજી કરવાની સમયમર્યાદા ચૂકી ગયા

Wednesday 13th July 2022 03:04 EDT
 
 

લંડનઃ પોસ્ટ ઓફિસ IT કૌભાંડના અસરગ્રસ્તોએ મોડા ક્લેઈમ્સ કર્યા હશે તો પણ વળતરની યોજનાનો લાભ મળી શકશે તેવી જાહેરાત કરાઈ છે. અગાઉ ખોટી રીતે આક્ષેપ કરાયેલા ઓછામાં ઓછા 200 પોસ્ટમાસ્ટર્સને તેઓ ત્રણ મહિનામાં અરજી કરવાની સમયમર્યાદા ચૂકી ગયા હોવાથી તેમને વળતરની ચૂકવણી નહિ કરાય તેમ જણાવી દેવાયું હતું.

પોસ્ટ ઓફિસના ખામીપૂર્ણ હોરાઈઝન સોફ્ટવેરના કારણે બ્રાન્સીસમાં હિસાબમાં ભૂલો આવવાથી સંખ્યાબંધ પોસ્ટમાસ્ટર્સને પાંચ આંકડા સુધીની રકમ ચૂકવવાની ફરજ પડાઈ હતી. અસરગ્રસ્તો દ્વારા 20 વર્ષની કાનૂની લડત પછી પોસ્ટ ઓફિસે 2020માં ‘હિસ્ટોરિકલ શોર્ટફોલ સ્કીમ’ (HSS) લોન્ચ કરાઈ હતી અને દાવેદારોને અરજી કરવા ત્રણ મહિનાનો સમય અપાયો હતો. ઓછામાં ઓછાં 170 અસરગ્રસ્તો આ સમયમર્યાદા ચૂકી ગયા હતા. ઘણા લોકોને તો આ યોજનાની જાણકારી જ ન હતી. નેશનલ ફેડરેશન ઓફ સબપોસ્ટમાસ્ટર્સ (NFSP) દ્વારા કટ-ઓફ તારીખ વિના આ યોજના ફરી ખોલવામાં આવે તે માટે કરેલા પ્રયાસ નિષ્ફળ નીવડ્યા હતા.

પોસ્ટ ઓફિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘હિસ્ટોરિકલ શોર્ટફોલ સ્કીમ’ ને લાયક 2,368 અરજદારોમાંથી બે તૃતીઆંશ અરજીઓ પર વળતરની ઓફર કરી દેવાઈ છે અને તેમાંથી બહુમતીને નાણા ચૂકવાઈ ગયા છે. નવી અરજીઓ લેવાનું બંધ કરાયા પછી જે પોસ્ટમાસ્ટર્સ દાવા સાથે આગળ આવ્યા છે તેમને પણ સંપૂર્ણ વળતર મળે તેની ચોકસાઈ કરવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter