પોસ્ટ ઓફિસ સ્કેન્ડલના વકીલોને £6.5 મિલિયન ચૂકવાયા

Wednesday 29th April 2026 07:39 EDT
 

લંડનઃ પોસ્ટ ઓફિસ કૌભાંડના પીડિતોને વળતર ચૂકવવામાં ભારે વિલંબ થઈ રહ્યો છે. પીડિતોને હજુ સુધી માત્ર 1.6મિલિયન પાઉન્ડ ચૂકવાયા છે તેની સામે બે વર્ષમાં વકીલોની સેવા મેળવવા પાછળ આશરે 6.5 મિલિયન પાઉન્ડ ચૂકવાયા છે. હોરાઈઝન મુદે સજા કરાયેલા આશરે 900 જેટલા સબ પોસ્ટ માસ્ટર્સની સજા પાર્લામેન્ટ દ્વારા અભૂતપૂર્વ લેજિસ્લેશન દ્વારા રદ કરાઈ હતી.

ખોટી રીતે સજા કરાયેલાઓને કોર્ટ દ્વારા ન્યાય મેળવવામાં ભારે વિલંબ થઈ રહ્યો છે કારણકે પોસ્ટ ઓફિસ દ્વારા ક્લેઈમ્સ સંબંધે ભારે વિલંબ કરાઈ રહ્યો છે. ફ્રીડમ ઓફ ઈન્ફર્મોશન એક્ટ અન્વયે મેળવાયેલી માહિતી અનુસાર કરદાતાઓની માલિકીની પોસ્ટ ઓફિસે બાહ્ય કાનૂની પેઢીઓને ફી ચૂકવવા પાછળ મોટી રકમો ખર્ચવાનું ચાલુ રાખ્યું છે. વર્ષ 2024-25માં કુલ 12 ઈનવોઈસને 4.1 મિલિયન પાઉન્ડની ચૂકવણી કરવામાં આવી હતી જ્યારે વર્ષ 2025-26માં વધુ 8 ઈનવોઈસને 2.3 મિલિયન પાઉન્ડની ચૂકવણી કરાઈ હતી.

પોસ્ટ ઓફિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કેટલાક ઈનવોઈસ હોરાઈઝન સ્કેન્ડલમાં ચાલી રહેલી પોલીસ તપાસમાં સહાય અને સહકારના કાર્ય સંબંધિત હતા. આ તપાસ 2020થી ચાલી રહી છે. તેમજ પર્જ્યુરી, ન્યાયના માર્ગમાં અવરોધ અને કોર્પોરેટ મેનસ્લોટરના સંભવિત ક્રિમિનલ ચાર્જીસને તપાસી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter