પોસ્ટ ઓફિસના હોરાઇઝન સ્કેમના તમામ ચુકાદા સાગમટે રદ કરવાની માગ

અત્યાર સુધીમાં ફક્ત 93 ચુકાદા ઉલટાવવામાં આવ્યા છે

Tuesday 19th December 2023 12:29 EST
 
 

લંડનઃ હોરાઇઝન સ્કેમમાં ચોરી અને હિસાબ કિતાબમાં ગેરરિતીના આરોપસર સેંકડો પોસ્ટ ઓફિસ કર્મચારીઓને ખોટી રીતે દોષી ઠેરવતા ચુકાદાઓને સાગમટે ઉલટાવી નાખવાની માગ કરવામાં આવી છે. ખામીયુક્ત એકાઉન્ટિંગ સોફ્ટવેરના કારણે 700 કરતાં વધુ પોસ્ટ ઓફિસ મેનેજરોને દોષી ઠેરવાયા હતાં. વળતરની પ્રક્રિયા માટેના બોર્ડે જણાવ્યું હતું કે, તમામ ચુકાદાઓને રદ નહીં કરાય ત્યાં સુધી આ કૌભાંડનો અંત આવશે નહીં. બીજીતરફ જસ્ટિસ મિનિસ્ટ્રીએ જણાવ્યું છે કે અમે આ અંગે યોગ્ય સમયે જવાબ આપીશું.

હોરાઇઝન કમ્પેનસેશન બોર્ડના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં ફક્ત 93 ચુકાદાને ઉલટાવવામાં આવ્યાં છે. બોર્ડના અધ્યક્ષ ક્રિસ હોજિસે જણાવ્યું હતું કે, અમારા માનવા અનુસાર આ કૌભાંડમાં 900 કરતાં વધુ પોસ્ટ માસ્ટરો સામે ખટલાની કાર્યવાહી કરવામાં આવી છે. લોર્ડ ચાન્સેલર એલેક્સ ચાકને લખેલા પત્રમાં હોજીસે જણાવ્યું હતું કે, આ કૌભાંડના ઘણા પીડિતો હજુ પણ ભયમાં જીવી રહ્યાં છે અને તેમના સમાજમાં બહિષ્કૃત થઇ રહ્યાં છે. તેઓ તેમના ચુકાદાને ઉલટાવી નાખવા માટે અરજી કરી શકે છે પરંતુ એમ લાગી રહ્યું છે કે ઘણા ઓછા લોકો અરજી કરી રહ્યાં હોવાથી આ યોજના કામ કરી રહી નથી. ઘણા લોકો સરકાર પરના અવિશ્વાસ, પુરાવા ગૂમ થવાના કારણે અરજી કરી રહ્યાં નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter