લંડન
3 વર્ષ પહેલાં પોસ્ટ ઓફિસે આઇટી સ્કેન્ડલમાં સંડોવણીના આરોપોનો સ્વીકાર કર્યો હતો. આ સ્કેન્ડલના કારણે હજારો લોકોની જિંદગી બરબાદ થઇ ગઇ હતી જેમાં મોટી સંખ્યામાં એશિયનોનો પણ સમાવેશ થાય છે. 2000થી 2013 વચ્ચે 700 જેટલા ખોટા કેસ ચલાવવામાં આવ્યા હતા. આ બ્રિટિશ લીગલ ઇતિહાસની સૌથી મોટી ન્યાયની કસુવાવડ હતી. ગયા સપ્તાહમાં પોસ્ટ ઓફિસ દ્વારા નવી વળતર યોજનાની જાહેરાત કરાઇ હતી જેમાં સૌથી વધુ અસરગ્રસ્તોને આંશિક રીતે મહત્તમ 10,000 પાઉન્ડ સુધીનું વળતર અપાશે. અત્યારે એ યાદ અપાવવું જરૂરી છે કે આ સ્કેન્ડલનો હજુ સુધી અંત આવ્યો નથી. 2019માં 555 પોસ્ટમાસ્ટર દાવેદારોને 57.75 મિલિયન ચૂકવાયા પરંતુ તેમાંથી મોટાભાગની રકમ વકીલોના ખિસ્સામાં ગઇ હતી. 46 મિલિયન પાઉન્ડ વકીલો અને લિટિગેશન ફંડ કરનારાના ખિસ્સામાં ગયાં હતા. આ પીડિતો પૈકીના કેટલાંક તો તેમના મકાન, બિઝનેસ અને જીવનભરની બચતો ગુમાવી ચૂક્યાં છે. તેમને ચૂકવાયેલી રકમ તેમને થયેલા નુકસાનને ભરપાઇ કરવાની ક્ષમતા ધરાવતી નથી.


