પ્રતિષ્ઠિત બ્લાવેતનિક પુરસ્કાર માટે ભારતીય મૂળના 3 વૈજ્ઞાનિકોની પસંદગી

રાહુલ આર નાયર, મેહુલ મલિક અને તન્મય ભરતને 4,80,000 પાઉન્ડની ગ્રાન્ટ અપાશે

Tuesday 30th January 2024 12:04 EST
 
 

લંડનઃ યુકેમાં યુવા વૈજ્ઞાનિકો માટેના પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે પસંદ કરાયેલા 9 વૈજ્ઞાનિકોમાં ભારતીય મૂળના 3 રિસર્ચરનો સમાવેશ કરાયો છે. બ્લાવેતનિક એવોર્ડ ફોર યંગ સાયન્ટિસ્ટ્સ મેડિસિન, ટેકનોલોજી, કેમિકલ સાયન્સ, ફિઝિકલ સાયન્સ, એન્જિનિયરિંગ અને લાઇફ સાયન્સિઝ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનારને એનાયત કરાય છે.

આ પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે ભારતીય મૂળના રાહુલ આર નાયર, મેહુલ મલિક અને તન્મય ભરતની પસંદગી કરાઇ છે. 27 ફેબ્રુઆરીના રોજ લંડનમાં યોજાનારા સમારોબમાં તેમને આ પ્રતિષ્ઠિત પુરસ્કારથી સન્માનિત કરાશે. તેમને કુલ 4,80,000 પાઉન્ડની ગ્રાન્ટ અપાશે.

માન્ચેસ્ટર યુનિવર્સિટીમાં મટિરિયલ ફિઝિસિસ્ટ રાહુલ નાયરને ફિઝિકલ સાયન્સમાં નોંધપાત્ર રિસર્ચ માટે, મેહુલ મલિકને ક્વોન્ટમ કોમ્યુનિકેશન્સમાં નોંધપાત્ર રિસર્ચ અને મોલિક્યુલર બાયોલોજીની એમઆરસી લેબોરેટરીના તન્મય ભરતને ઇલેક્ટ્રોન ક્રાયોટોમોગ્રાફીમાં નવી ટેકનોલોજી વિકસાવવા માટે સન્માનિત કરવામાં આવી રહ્યાં છે.

આ પુરસ્કાર બ્લાવેતનિક ફેમિલી ફાઉન્ડેશન અને ન્યૂયોર્ક એકેડેમી ઓફ સાયન્સિઝ દ્વારા અપાય છે. 2024ના આ પુરસ્કાર માટે 40 સંસ્થામાંથી 84 લોકોને નામાંકિત કરાયાં હતાં જેમાંથી 9 વૈજ્ઞાનિકોની પસંદગી કરાઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter