પ્રથમ વિશ્વયુદ્ધના ભારતીય સૈનિકોના તૈલચિત્રને બ્રિટન બહાર મોકલવા પર રોક

Tuesday 18th April 2023 13:12 EDT
 

લંડન

પ્રથમ યુદ્ધમાં લડનાર બે ભારતીય સૈનિકોના એન્ગ્લો હંગેરિયન ચિત્રકર ફિલિપ દ લાઝ્લો દ્વારા તૈયાર કરાયેલા તૈલચિત્રને બ્રિટન બહાર મોકલવા પર સરકારે રોક લગાવી દીધી છે જેથી આ અદ્દભૂત અને સંવેદનશીલ કલાકૃતિને બ્રિટનની બહાર જતી અટકાવી શકાય. આ તૈલચિત્રની કિંમત 6,50,000 પાઉન્ડ આંકવામાં આવી છે. જેમાં બ્રિટિશ ઇન્ડિયન આર્મીના કેવેલરી ઓફિસર એવા રિસાલદાર જગતસિંહ અને રિસાલદાર માનસિંહને દર્શાવવામાં આવ્યા છે. જુનિયર ટ્રુપ કમાન્ડર એવા આ બંને ભારતીય સૈનિકો ફ્રાન્સમાં સોમ્મે ખાતેની લડાઇમાં શહીદ થયા હતા. આ તૈલચિત્ર અલભ્ય છે અને પ્રથમ વિશ્વયુદ્ધમાં ભારતીયોની હિસ્સેદારી પ્રદર્શિત કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter