લંડનઃ પ્રથમ વિશ્વયુદ્ધમાં શહીદ થયેલા બ્રિટનના એક સૈનિકના મોતને 100 કરતાં વધુ વર્ષ વીતી ગયા બાદ દફનાવવામાં આવ્યો હતો. સ્ટોકટોન-ઓન-ટીસના વતની એવા પેટ રોબર્ટ કેનેથ માલ્કમના મૃતદેહના અવશેષ 2019માં બેલ્જિયમમાંથી મળી આવ્યા હતા. પેટ 6 ઓગસ્ટ 1917થી લાપતા હતો. ડીએનએ ટેસ્ટિંગ દ્વારા પેટની ઓળખ કરાઇ હતી. પેટની પ્રપૌત્રી લિન્ડા જોર્ડન તેની દફનવિધિમાં હાજર રહી હતી. બેલ્જિયમાં ક્લેઇન ઝિલબેકે નજીકના ફ્યઝિલિયર વૂડમાં જર્મન બ્લોક હાઉસની બહાર આવેલા શેલ હાઉસમાંથી પેટના અવશેષો મળી આવ્યા હતા. તે બ્રિટિશ આર્મીમાં સ્ટ્રેચર બેરર તરીકે ફરજ બજાવતો હતો. જર્મન સેનાના તોપમારામાં તેનું મોત થયું હોવાનું મનાય છે. દુર્ભાગ્યની વાત તો એ છે કે યુદ્ધ સમાપ્ત થયા પછી મોકલાયેલા મેડલ પેટની માતા સુધી પહોંચ્યા જ નહોતા. તેથી તેને સેનાને પરત મોકલીને નાશ કરી દેવાયો હતો.


