પ્રસુતિની પીડાઃ વંશીય લઘુમતી સમુદાયની મહિલાઓ સાથે અન્યાય

શ્વેત મહિલાઓની સરખામણીમાં પેઇન કીલર ઇન્જેક્શન ઓછા અપાતાં હોવાનો દાવો

Tuesday 07th July 2026 10:57 EDT
 

લંડનઃ યુકેમાં અશ્વેત અને એશિયન બેકગ્રાઉન્ડ ધરાવતી મહિલાઓને પ્રસુતિ દરમિયાન પેઇન કીલર ઇન્જેક્શન એપિડ્યુરલ મળવાની સંભાવના અન્ય શ્વેત મહિલાઓની સરખામણીએ ઘણી ઓછી હોવાનું એક તાજેતરના સંશોધનમાં સામે આવ્યું છે. આ સંશોધન દર્શાવે છે કે મેડિકલ સેટિંગ્સમાં અશ્વેત અને અન્ય લઘુમતી સમુદાયના લોકોને પેઇન કીલર્સથી મળતી રાહતથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. શ્વેત મહિલાઓની સરખામણીએ બાંગ્લાદેશી મૂળની મહિલાઓને 24 ટકા, પાકિસ્તાની મૂળની મહિલાઓને 15 ટકા અને બ્લેક કેરેબિયન મૂળની મહિલાઓને એપિડ્યુરલ મળવાની સંભાવના અનુક્રમે 8 ટકા ઓછી જોવા મળી હતી. બ્લેક કેરેબિયન મહિલાઓને શ્વેત મહિલાઓ કરતા જનરલ એનેસ્થેસિયા આપવાની શક્યતા 58 ટકા અને બ્લેક આફ્રિકન મહિલાઓમાં આ શક્યતા 35 ટકા વધુ જોવા મળી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter