પ્રાઇડ ઓફ નર્સિંગ એવોર્ડ વિજેતા નર્સની ઇમિગ્રન્ટ્સ વિરોધી પોસ્ટ માટે હકાલપટ્ટી

Tuesday 06th January 2026 09:31 EST
 
 

લંડનઃ ફેસબુક પર ઇમિગ્રન્ટ્સ અને મુસ્લિમ વિરોધી પોસ્ટ શેયર કરવા માટે બર્મિંગહામની નર્સની હકાલપટ્ટી કરાઇ છે. છેલ્લા 45 વર્ષથી નર્સ તરીકે સેવા આપી રહેલી રોબર્ટા બેચલરે ઓગસ્ટ 2024માં ઇમિગ્રન્ટ્સ વિરોધી સંખ્યાબંધ પોસ્ટ કરી હતી. રોબર્ટાએ ફેસબુક પર વિવાદાસ્પદ પોસ્ટ કરી ત્યારે તે બર્મિંગહામ એનએચએસની યુનિવર્સિટી હોસ્પિટલ ખાતે વોર્ડ મેનેજર તરીકે ફરજ બજાવતી હતી. વર્ષ 2015માં રોબર્ટાને બર્મિંગહામ રેપ થિયેટર ખાતે પ્રાઇડ ઓફ નર્સિંગ એવોર્ડથી સન્માનિત પણ કરાઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter