પ્રાઇવેટ પાર્કિંગ કંપનીઓ દ્વારા રેકોર્ડ 16 મિલિયન પાર્કિંગ ટિકિટ જારી કરાઇ

પાર્કિંગ કંપનીઓ દ્વારા અન્યાય થતો હોવાનો વાહનચાલકોનો આરોપ

Tuesday 13th January 2026 09:55 EST
 

લંડનઃ પ્રાઇવેટ પાર્કિંગ કંપનીઓ દ્વારા વાહનચાલકોને જારી કરાતી પાર્કિંગ ટિકિટમાં નવો કિર્તીમાન સ્થાપિત થયો છે. સપ્ટેમ્બર 2025માં પૂરા થયેલા છેલ્લા એક વર્ષમાં પાર્કિંગ કંપનીઓ દ્વારા ડ્રાઇવરોને 15.9 મિલિયન પાર્કિંગ ટિકિટ અપાઇ હતી. આ અગાઉના વર્ષમાં 13.6 મિલિયન પાર્કિંગ ટિકિટ જારી કરાઇ હતી.

રોયલ મોબાઇલ ક્લબના સાયમન વિલિયમ્સે જણાવ્યું હતું કે, પાર્કિંગ ટિકિટમાં રેકોર્ડ વધારો પાર્કિંગ સિસ્ટમમાં મોટી ખામી હોવાનું સૂચવે છે. મોટાભાગના વાહનચાલકો પાર્કિંગ ટિકિટ અવગણવા માટે ભરપૂર પ્રયાસ કરતા હોય છે. દરેક પાર્કિંગ ટિકિટ 100 પાઉન્ડ સુધીની હોય છે તેનો અર્થ એ થયો કે વાહનચાલકો પાર્કિંગ ટિકિટ પેટે રોજના 4 મિલિયન પાઉન્ડ ચૂકવે છે.

વાહનચાલકોનો આરોપ છે કે પ્રાઇવેટ પાર્કિંગ કંપનીઓ ગેરમાર્ગે દોરતી સાઇન્સનો ઉપયોગ કરે છે. પેનલ્ટીની આક્રમક વસૂલાત થાય છે અને પેનલ્ટીની રકમ પણ ગેરવ્યાજબી હોય છે. પેમેન્ટ મશીનોમાં પણ ખામી હોય છે તેથી અન્યાયી રીતે પાર્કિંગ ટિકિટ ઇશ્યૂ કરી દેવાય છે. વિલિયમ્સનો આરોપ છે કે પાર્કિંગ ટિકિટ પેટે વસૂલાતી પેનલ્ટીનો દર પણ રેકોર્ડ હાઇ પર પહોંચ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter