પ્રાઇવેટ સર્વિસ માટે ચાર્જ વસૂલવાની જીપીને પરવાનગીની માગ

Tuesday 23rd May 2023 13:57 EDT
 
 

લંડનઃ વ્યાજબી સમય દરમિયાન એનએચએસમાં ઉપલબ્ધ ન હોય ત્યારે જીપીને પ્રાઇવેટ સર્વિસ માટે દર્દી પાસેથી ચાર્જ વસૂલવાની પરવાનગીની માગ કરાઇ છે. લંડન ખાતે આયોજિત જીપીની કોન્ફરન્સમાં દર્દીઓના જોખમે એનએચએસના લિસ્ટ પર હોય તેવા દર્દીઓને તેમના જોખમે પ્રાઇવેટ હોસ્પિટલમાં સર્જરી કરવા દેવાની પરવાનગીની માગ કરતો ઠરાવ પસાર કરાયો છે. સ્થાનિક મેડિકલ કમિટીઓની બેઠકમાં એનએચએસ અને જીપી વચ્ચેના કોન્ટ્રાક્ટ પર બ્રિટિશ મેડિકલ એસોસિએશન દ્વારા કરાયેલી ચર્ચા અંગે માહિતી અપાઇ હતી. હાલમાં જીપીને મોટાભગની સેવાઓ માટે રજિસ્ટર્ડ દર્દીઓ પાસેથી ચાર્જ વસૂલવા પર નિયંત્રણો લદાયેલાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter