પ્રાઇવેટ સ્કૂલોની ફીમાં 37 ટકા જેટલો તોતિંગ વધારો

Tuesday 23rd May 2023 13:56 EDT
 
 

લંડનઃ એક સરવે અનુસાર પ્રાઇવેટ સ્કૂલોની ફીમાં તોતિંગ વધારો થયો છે. આ વર્ષે પ્રાઇવેટ સ્કૂલોની ફીમાં સરેરાશ 5.6 ટકાનો વધારો થયો છે જે 2009 પછીનો સૌથી મોટો વધારો છે. કોરોના મહામારીના કારણે ઘણી શાળાઓ દ્વારા ફી વધારો સ્થિત કરી દેવાયો હતો. હવે ઇન્ડિપેન્ડન્ટ સ્કૂલ કાઉન્સિલે જણાવ્યું છે કે ફુગાવાના દરના આધારે ફીમાં વધારો કરાયો છે. દેશમાં સરેરાશ ડે સ્કૂલની ફી 16,656 પાઉન્ડ છે જે 2013ની 12153 પાઉન્ડની ફીમાં 37 ટકાનો વધારો દર્શાવે છે. સરેરાશ બોર્ડિંગ સ્કૂલ ફી 39000 પાઉન્ડ છે જે 10 વર્ષ પહેલાં 27600 પાઉન્ડ હતી. આમ બોર્ડિંગ સ્કૂલની ફીમાં 41 ટકાનો વધારો થયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter