પ્રાયમરીના વિદ્યાર્થીઓને મૂળભૂત આર્થિક સિદ્ધાંતો, મની મેનેજમેન્ટ ભણાવાશે

વિદ્યાર્થીઓને એઆઇ અને ડેટા સાયન્સનું શિક્ષણ અપાશે

Tuesday 11th November 2025 09:59 EST
 
 

લંડનઃ ઇંગ્લેન્ડના આ દાયકાના સૌથી મોટા શૈક્ષણિક સુધારા અંતર્ગત સ્ટાર્મર સરકાર જીસીએસઇ પરીક્ષાનો સમય પ્રતિ વિદ્યાર્થી 3 કલાક સુધી ઘટાડશે. સરકાર દ્વારા કરાયેલી સમીક્ષામાં સ્ટેજ 4માં પરીક્ષાઓનું કદ 10 ટકા ઘટાડવાની ભલામણ કરાઇ છે. તે ઉપરાંત યર 8માં નવી મેથ્સ અને ઇંગ્લિશ ટેસ્ટ સામેલ કરવા જણાવાયું છે જેથી શિક્ષકો અભ્યાસમાં રહેલી ખામીઓને ઝડપથી અલગ તારવી શકે. તે ઉપરાંત પ્રાયમરી શાળાઓમાં નાગરિકતાના પાઠ ફરજિયાત કરાશે. સ્ટેજ 2ના ગ્રામરમાં પણ મોટા બદલાવ કરાશે.

પોસ્ટ-16 સ્ટુડન્ટ્સ માટે એઆઇ અને ડેટા સાયન્સ અભ્યાસક્રમમાં સામેલ કરાશે. પહેલીવાર પ્રાયમરી શાળાઓમાં વિદ્યાર્થીઓને ફેક ન્યૂઝ અને ગેરમાર્ગે દોરતી માહિતીની ઓળખ કરવાના પાઠ ભણાવાશે. તેનાથી વિદ્યાર્થીઓની વિચાર ક્ષમતામાં વધારો થશે અને ઇન્ટરનેટના દુષણો સામે સંરક્ષણ મળશે.

પ્રાયમરીના વિદ્યાર્થીઓને આર્થિક બાબતોના મૂળભૂત સિદ્ધાંતો પણ શીખવવામાં આવશે. યર 8માં એક નવી રીડિંગ ટેસ્ટ દાખલ કરાશે. યર 6માં રાઇટિંગ એસેસમેન્ટ કરાશે.

એજ્યુકેશન સેક્રેટરી બ્રિજિટ ફિલિપસને જણાવ્યું હતું કે, બદલાવોથી યુવાઓને ભવિષ્યમાં સાહસિક કદમ માંડવામાં મદદ મળી રહેશે. 10 વર્ષથી રાષ્ટ્રીય અભ્યાસક્રમમાં બદલાવ કરાયો નથી અને આટલા સમયમાં ઘણું બદલાઇ ચૂક્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter