પ્રિન્સ એન્ડ્રુની સુરક્ષાની સમીક્ષા માટે સૂચન કરવા બદલ પ્રીતિ પટેલે કિંગની માફી માગી

Tuesday 29th August 2023 12:04 EDT
 
 

લંડનઃ પૂર્વ હોમ સેક્રેટરી  અને ડેમ પ્રીતિ પટેલે પ્રિન્સ એન્ડ્રુની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષાનું સૂચન કરવા માટે કિંગ ચાર્લ્સ તૃતીયની માફી માગી છે. પ્રીતિ પટેલે કિંગના અગ્રણી સહાયકોને ઇમેલ સંદેશામાં જણાવ્યું હતું કે, પ્રિન્સ એન્ડ્રુની 3 મિલિયન પાઉન્ડની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવી જોઇએ. ડેમ પ્રીતિ પટેલે કિંગ ચાર્લ્સના મુખ્ય અંગત સચિવ સર ક્લાઈવ અલ્ટરટનનો સંપર્ક કરી સૂચન કર્યું હતું કે ડ્યુક ઓફ યોર્કના સંરક્ષણની સમીક્ષા પર વિચારણા કરવી જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રિન્સ એન્ડ્રુને અપાતી સુરક્ષા પાછળ સરકારને 12 મિલિયન પાઉન્ડનો ખર્ચ થતો હતો. ઈમેલ લીક થયા બાદ, પટેલે માફી માગતા જણાવ્યું હતું કે, તે નિરાશાજનક છે કે આ ઇમેલ સાર્વજનિક ડોમેનમાં લીક કરવામાં આવ્યો છે તેના કારણે સર્જાયેલી મુશ્કેલીઓ માટે હું મહામહિમની માફી માંગુ છું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter