પ્રિન્સ ચાર્લ્સ અને કેમિલા કોરોનાગ્રસ્ત

Wednesday 16th February 2022 05:33 EST
 
 

લંડનઃ પ્રિન્સ ચાર્લ્સ અને ડચેસ ઓફ કોર્નવોલ કેમિલા કોરોના પોઝિટિવ જાહેર થયા છે. પ્રિન્સ ચાર્લ્સ ગત સપ્તાહે બીજી વખત પોઝિટિવ આવ્યા પછી કેમિલા પણ કોરોના પોઝિટિવ થયાનું બકિંગહામ પેલેસે જાહેર કર્યું હતું. જોકે, ક્વીનને કોરોનાના કોઈ લક્ષણો જણાયા નથી.

પ્રિન્સ ચાર્લ્સ ૧૦ ફેબ્રુઆરીએ કોરોના પોઝિટિવ આવ્યા હતા અને સેલ્ફ આઈસોલેશનમાં ગયા હતા. અગાઉ, માર્ચ ૨૦૨૦માં પણ તેમને સ્વાદ અને સુગંધ જવા સાથે કોરોનાના હળવા લક્ષણો જણાયા હતા. પ્રિન્સ ઓફ વેલ્સ પોઝિટિવ આવ્યા પછીના ટેસ્ટમાં કેમિલા નેગેટિવ આવ્યાં હતાં. જોકે, થોડા દિવસ પછી કેમિલાને ચેપના લક્ષણો દેખાયાં હતાં. પ્રિન્સ અને કેમિલાએ વેક્સિનના બંને ડોઝ લીધાં છે.

ઉલ્લેખનીય છે કે ૯ ફેબ્રુઆરીની રાત્રે પ્રિન્સ અને કેમિલા બ્રિટિશ મ્યુઝિયમ ખાતે બ્રિટિશ એશિયન ટ્રસ્ટના બ્લેક ટાઈ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ, ચાન્સેલર રિશિ સુનાક સહિત ૩૫૦થી વધુ મહેમાન હાજર હતા.

પ્રિન્સે બે દિવસ અગાઉ જ ક્વીન સાથે પણ મુલાકાત યોજી હતી. જોકે, ૯૫ વર્ષીય ક્વીન પોઝિટિવ છે કે નેગેટિવ તેના વિશે પેલેસે કોઈ ટીપ્પણી વિના જણાવ્યું છે કે તેમને કોઈ લક્ષણો જણાયાં નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter