પ્રિન્સ ચાર્લ્સ પર સાઉદીના કેશ - ફોર - ઓનર્સ કૌભાંડમાં નવા આરોપ

Wednesday 15th December 2021 07:15 EST
 

લંડનઃ સાઉદીના કેશ ફોર ઓનર્સ કૌભાંડમાં પ્રિન્સ ચાર્લ્સ પર નવસરથી આરોપો મૂકવામાં આવ્યા હતા. તેમણે મહફૌઝ મરેઈ મુબારક બીન મહફૌઝ માટે બકિંગહામ પેલેસના બ્લૂ ડ્રોઈંગ રૂમમાં CBEની પદવી એનાયત કરવાનો સમારોહ યોજ્યો હતો. સામાન્ય રીતે આ રૂમ સરકારના વડાઓ માટે રિઝર્વ રાખવામાં આવે છે. ૨૦૧૬માં યોજાયેલા સમારોહના ફોટામાં ચાર્લ્સ અને કેમિલા આ બિલિયોનેર સાથે દેખાયા હતા.    
CBE સમારોહની વ્યવસ્થા કરનારા સહયોગીઓના ઈમેઈલ્સની પણ પોલીસ તપાસ કરશે.
મહફૌઝે ૧ મિલિયન પાઉન્ડનું ડોનેશન આપ્યા પછી પ્રિન્સ ચાર્લ્સે તેમના ડનફ્રીઝ એસ્ટેટમાં આવેલા વન્યપ્રદેશનું મહફૌઝ નામકરણ કર્યું હતું.  
ક્લિયરન્સ હાઉસ દ્વારા જણાવાયું હતું કે ઓનર્સની કથિત ઓફર ડોનેશન પર આધારિત હતી તેની તેમને જાણ ન હતી. અગાઉ બિલિયોનેર મહફૌઝ પાસેથી ફંડ મેળવનારા પ્રિન્સ હેરીએ આ મામલાથી અલગ થઈ ગયા હતા.    
ડ્યૂક ઓફ સસેક્સે નિવેદન જારી કરીને તેમના ઈરાદા અંગે ચિંતા વ્યક્ત કરીને પ્રિન્સ ચાર્લ્સની ઓનર્સ તપાસના કેન્દ્રમાં રહેલા મહફૌઝ સાથેના સંબંધ પોતે કાપી નાખ્યા હોવાનું જણાવ્યું હતું.  


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter