પ્રિન્સ ચાર્લ્સ સામે વધુ એક તપાસઃ ટોરી લોર્ડ બ્રાઉનલો સાથે સોદાબાજી

Wednesday 06th July 2022 06:59 EDT
 
 

લંડનઃ પ્રિન્સ ચાર્લ્સ પર ભ્રષ્ટાચારની તપાસની વધુ એક તલવાર તોળાઇ રહી છે. પ્રિન્સ ચાર્લ્સના નિષ્ફળ પ્રોજેક્ટ ઇકો-વિલેજને ઉગારવા માટે ટોરી અગ્રણી લોર્ડ ડેવિડ બ્રાઉનલો સાથે થયેલા ગુપ્ત સોદાઓની તપાસ શરૂ કરાઇ છે. લોર્ડ બ્રાઉનલોએ પ્રિન્સ ચાર્લ્સના ફાઉન્ડેશનને 1.7 મિલિયન પાઉન્ડનું દાન આપ્યા પછી તેમની કંપનીઓને કોન્ટ્રાક્ટ અપાયા હોવાના આરોપ મૂકાયા છે.

લોર્ડ બ્રાઉનલોની પ્રિન્સના ફાઉન્ડેશનમાં ટ્રસ્ટી તરીકે 9 વર્ષ પહેલાં નિયુક્તિ કરાઇ હતી. સ્કોટિશ ચેરિટી રેગ્યુલેટરની કચેરી દ્વારા આ મામલામાં તપાસ શરૂ કરાઇ છે. કચેરીનું કહેવું છે કે, હાવિશામ ગ્રુપ અને નોકરૂન ડેવલપમેન્ટને સંબંધિત સંપત્તિના ટ્રાન્ઝેક્શન અમારી તપાસમાં સામેલ છે.

આરોપ છે કે પ્રિન્સ ચાર્લ્સના નિષ્ફળ ઇકો વિલેજને લોર્ડ બ્રાઉનલોની મદદથી ઉગારવાનો પ્રયાસ કરાયો હતો. તેમની કંપની હાવિશામ પ્રોપર્ટીઝે 1.7 મિલિયન પાઉન્ડની મદદ પૂરી પાડી હતી. તે સમયે 700માંથી ફક્ત 30 બિલ્ડિંગ જ તૈયાર થયાં હતાં. તે ઉપરાંત 2015માં પણ લોર્ડ બ્રાઉનલોને 1.2 મિલિયન પાઉન્ડનો કોન્ટ્ર્ક્ટ અપાયો હતો. પ્રિન્સ ફાઉન્ડેશનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 2018માં લોર્ડ બ્રાઉનલોની સીવીઓ તરીકે નિયુક્તિ કરાઇ હતી. બર્કશાયર કાઉન્ટીમાં લોર્ડ બ્રાઉનલો ઓફ શુરલોક રો યુકેમાં સૌથી ધનાઢ્યોમાં 521મા ક્રમે છે જેમની સં‘પત્તિ અંદાજે 271 મિલિયન પાઉન્ડ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter