લંડન
પ્રિન્સ ચાર્લ્સની સખાવતી સંસ્થાઓને અસુરક્ષિત લોનો દ્વારા દાન અપાયું હોવાનું ખૂલાં ચેરિટી કમિશને મહત્વના ગણાતા કેટલાક દાતાઓ પૈકીના એકની સામે કોમ્પ્લાયન્સ કેસ શરૂ કર્યો છે. પ્રિન્સના ટ્રસ્ટના પ્લેટિનમ દાતા ગણાતા બેરોમેન ફાઉન્ડેશને તેની રચના થઇ ત્યારથી તેના જાહેર કરાયેલા હિસાબ કિતાબમાં ક્યાંય કોઇપણ દાનની નોંધ આપી નથી. આ ફાઉન્ડેશનની સ્થાપના બિઝનેસમેન ડોઘ બેરોમેન દ્વારા લેવાયેલી લોનોમાંથી કરાઇ હતી. બેરોમેન એચએમ રેવન્યૂ એન્ડ કસ્ટમ્સ દ્વારા સંપર્ક કરાઇ રહ્યો છે તેવા ઓફ પરોલ વર્કર્સને ટેક્સ એવોઇડન્સ સ્કીમ્સ આપનાર કંપનીઓ ધરાવતા ફાઇનાન્સ ગ્રુપના વડા છે. આ પહેલાં કેટલાક આંદોલનકારીઓ દ્વારા પ્રિન્સના ટ્રસ્ટ સેન્ટરો પૈકીના એકને બિઝનેસમેનનું નામ આપવાના નિર્ણયની આકરી ટીકા કરાઇ હતી.
હવે ચેરિટી કમિશન દ્વારા બેરોમેન ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા અસામાન્ય રીતે કરાયેલી ફંડિંગ વ્યવસ્થાઓની તપાસ શરૂ કરાઇ છે. બેરોમેન ફાઉન્ડેશને જણાવ્યું હતું કે, અમે એકાઉન્ટિંગના તમામ નિયમો અને ચેરિટી કમિશનના માર્ગદર્શિકાનું પાલન કર્યું છે. ચેરિટી કમિશનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમ બેરોમેન ફાઉન્ડેશનની સામે હવે વિધિવત તપાસ શરૂ કરી છે. આ માટ અમે ટ્રસ્ટીઓની પણ પૂછપરછ કરીશું. કશું ખોટું થયું હોવાની તપાસ કરવા માટે આ કેસ શરૂ કરાયો નથી. આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓમાં ટોરી નેતા મિચિલી મોન છે જેમને બિઝનેસ સ્ટાર્ટઅપના કિંગ ગણાતા ડેવિડ કેમેરોન દ્વારા નિયુક્ત કરાયા હતા અને પાછળથી તેમણે બેરોમેન સાથે લગ્ન કર્યાં હતાં. અન્ય ટ્રસ્ટી આર્થર લેન્કેસ્ટર છે જેઓ પ્રિન્સ એન્ડ્રુના બિઝનેસ સહાયક છે.


