પ્રિન્સ ચાર્લ્સને કેબિનેટ પેપર્સ મોકલાય છે

Friday 18th December 2015 07:32 EST
 
 

લંડનઃ બ્રિટિશ રાજગાદીના વારસદાર પ્રિન્સ ચાર્લ્સ રાજકારણમાં દખલઅંદાજી કરતા હોવાની ટીકા અગાઉ થઈ છે. જોકે રાણીની સાથોસાથ તેમને પણ ઘણા વર્ષોથી કેબિનેટ પેપર્સ મોકલાતા હોવાની કબૂલાત સરકારે કરી છે. માહિતી અધિકાર સ્વાતંત્ર્ય વિનંતીના પગલે જણાવાયું છે કે કેબિનેટ અને મિનિસ્ટ્રીઅલ કમિટીઓના દસ્તાવેજો મુખ્યત્વે મહારાણી, પ્રિન્સ ઓફ વેલ્સ અને મિનિસ્ટર્સને મોકલવામાં આવે છે. જોકે, રાજ્યકક્ષાના અને જુનિયર મિનિસ્ટર્સને આ દસ્તાવેજો મોકલાતા નથી.

દેશના ચૂંટાયેલા વડા માટે અભિયાન ‘રીપબ્લિક’ની વિનંતી છતાં માહિતી આપવી ન પડે તે માટે સરકારે સામનો કર્યો હતો. કેમ્પેઈન જૂથના વડા ગ્રેહામ સ્મિથે કહ્યું હતું કે કેબિનેટ પેપર્સ પ્રિન્સ ચાર્લ્સને મળે તે અસામાન્ય છે. દસ્તાવેજોમાં અતિ ગુપ્ત માહિતી હોય છે એટલું જ નહિ, મિનિસ્ટર્સ સાથે લોબીઈંગમાં તેમને પોતાનો એજન્ડાનું દબાણ કરવાની તક મળે છે.

પ્રિન્સ ઓફ વેલ્સ દ્વારા તત્કાલીન વડા પ્રધાન ટોની બ્લેરને પત્ર લખાયો હતો, જે યુકેની સર્વોચ્ચ કોર્ટના ચુકાદા પછી જાહેર કરાયો હતો. પ્રિન્સ ચાર્લ્સ સરકારના પ્રધાનોને ખાનગી પત્રો લખતા રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter