લંડનઃ મહારાણી એલિઝાબેથ દ્વિતીયના પતિ પ્રિન્સ ફિલિપે સ્વેચ્છાએ પોતાનું ડ્રાઈવિંગ લાયસન્સ સરેન્ડર કરી દીધું છે. ગત મહિને એક અન્ય કાર સાથે ટક્કર વાગ્યા પછી તેમની લેન્ડરોવર પલટી ખાઈ ગઈ હતી. આ ઘટનામાં કારમાં સવાર બે મહિલાઓ ઘાયલ થઈ હતી. જ્યારે પ્રિન્સ ફિલિપ માંડ બચ્યા હતા.
અકસ્માત સમયે ૯૭ વર્ષીય પ્રિન્સ ખુદ કાર ચલાવી રહ્યા હતા. આ ઘટના પછી વધુ વયમાં કાર ચલાવવાના મામલે ચર્ચા પણ છેડાઈ હતી. દરમિયાન બકિંગહામમ પેલેસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગંભીરતાથી વિચાર કર્યા પછી ડ્યુક ઓફ એડિનબર્ગે સ્વેચ્છાએ પોતાનું ડ્રાઈવિંગ લાયસન્સ સરેન્ડર કરવાનો નિર્ણય કર્યો છે. શનિવારે તેમણે પોતાનું લાયસન્સ સરેન્ડર કરી દીધું હતું.


