પ્રિન્સ વિલિયમ દ્વારા શરૂ કરાયેલા અર્થશોટ પ્રાઇઝની ફાઇનલમાં ભારતીય સ્ટાર્ટ અપ

અંકિત અગરવાલની ફૂલ કંપની ફૂલના કચરામાંથી ચામડું તૈયાર કરે છે

Wednesday 09th November 2022 05:31 EST
 
 

લંડન

પ્રિન્સ ઓફ વેલ્સ દ્વારા શરૂ કરાયેલા પર્યાવરણની જાળવણી માટેના 1 મિલિયન પાઉન્ડના એવોર્ડ માટે 15 ફાઇનલિસ્ટ નક્કી કરાયાં છે જેમાં ભારતમાં ફૂલોના કચરામાંથી ચામડું  ફ્લિધર બનાવતી ફૂલ નામની કંપનીને પણ નોમિનેટ કરાઇ છે. પ્રિન્સ ઓફ વેલ્સ વિલિયમ દ્વારા પર્યાવરણની જાળવણી માટે 1 મિલિયન પાઉન્ડનો અર્થશોટ પુરસ્કાર એનાયત કરાય છે. નોમિનેટ થયેલા અન્યોમાં દરિયામાં પ્લાસ્ટિક જાય તે પહેલાં જ તેને અટકાવી દેતા બબલ પંપના નેધરલેન્ડના સંશોધકો, સીવીડ અને પ્લાન્ટ્સમાંથી પેકેજિંગ મટિરિયલ તૈયાર કરનાર લંડનના સ્ટાર્ટ અપ નોટપ્લા હાર્ડ મટિરિયલ, કેન્યામાં મિકુરુ ક્લીન સ્ટવના નિર્માતા, મલેશિયામાં ઉરાંગઉટાંગ માટે વાઇલ્ડલાઇફ કોરિડોર તૈયાર કરતી સંસ્થા હુતાન, કાર્બન ડાયોક્સાઇડને પથ્થરમાં તબદિલ કરતી ઓમાન સ્થિત 44.01 સહિત 15 ફાઇનલિસ્ટનો સમાવેશ કરાયો છે.

ભારતના લેધરસિટી તરીકે જાણીતા કાનપુરના ઓટોમેશન એન્જિનિયર અંકિત અગરવાલ દ્વારા ફ્લિધરના નામે જાણીતા બનેલા ચામડા તૈયાર કરવામાં આવી રહ્યાં છે. મંદિરો અને મસ્જિદોમાં એકઠાં થતાં ફૂલોના કચરામાંથી આ ચામડું તૈયાર કરાય છે. અંકિત અગરવાલે ફૂલ નામનું સ્ટાર્ટ અપ શરૂ કર્યું છે જેમાં ફ્લાવર સાઇકલિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter