લંડનઃ પ્રિન્સ વિલિયમ પણ નવું પુસ્તક લખી રહ્યા છે પરંતુ, તે પ્રિન્સ હેરીના પુસ્તક કરતાં તદ્દન અલગ હશે અને તેમાં કોઈ બોમબશેલ નહિ હોય. ડ્યૂક ઓફ કેમ્બ્રિજ હાલ જેની પ્રસ્તાવના લખી રહ્યા છે તે પુસ્તક ‘Earthshot: How to Save Our Planet’ બ્રિટનમાં સપ્ટેમ્બરમાં અને નોર્થ અમેરિકામાં પાંચ ઓક્ટોબરે પ્રકાશક જ્હોન મરે દ્વારા રીલિઝ કરાશે. જોની હ્યુજીસ અને કોલિન બટફિલ્ડ આ પુસ્તકના સહલેખકો છે.
પ્રિન્સ વિલિયમ જેના વિશે લખી રહ્યા છે તે ક્લાઈમેટ ચેઈન્જ વિષય બંને ભાઈઓ તેમના તેમના પિતા પ્રિન્સ ચાર્લ્સ માટે ભારે મહત્ત્વપૂર્ણ છે. પ્રિન્સ વિલિયમ ધ અર્થશોટ પ્રાઈઝ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે અને તે પર્યાવરણ ક્ષેત્ર માટે સૌથી પ્રતિષ્ઠિત ઈનામ બની રહેશે. આપણી પૃથ્વીને બચાવવાના શ્રેષ્ઠ અને નવીનતમ સોલ્યુશન્સ માટે ૧.૪ મિલિયન ડોલર (૧ મિલિયન પાઉન્ડ)ના ઈનામ છે અને ઓક્ટોબરમાં તેના આરંભથી દર વર્ષે ૧૦ વર્ષ સુધી અપાશે. પ્રથમ ઈઅરશોટ પ્રાઈઝ સમારોહ રવિવાર, ૧૭ ઓક્ટોબર ૨૦૨૧ના દિવસે લંડનના એલ્ક્ઝાન્ડ્રા પેલેસ ખાતે યોજાશે.
પ્રિન્સ વિલિયમની સાથે પ્રાઈઝ કાઉન્સિલના સભ્યો અને પર્યારવરણવાદી સર ડેવિડ એટેનબરો અને ગાયિકા શકીરા પણ પુસ્તકમાં લખી રહ્યા છે.સહલેખકો હ્યુજીસ અને બટફિલ્ડના જણાવ્યા અનુસાર પુસ્તકમાં મેક્સિકોના કોરલ રીફ્સ (પરવાળાના ખડકો), બોર્નીઓના પામ ઓઈલ પ્લાન્ટેશન્સ, ઓસ્ટ્રેલિયાના શીપ ફાર્મ્સ અને કેન્યાના જંગલો સહિતના વિષયોને આવરી લેવાયા છે. આ પુસ્તકની સાથોસાથ પાંચ ભાગમાં બીબીસી ડોક્યુમેન્ટરી પણ આવશે.