લંડનઃ પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટ મિડલટનના ભારત પ્રવાસના બીજા દિવસે બાંદ્રા-વરલી સી લિંક પ્રોમેનેડ ખાતે એક અનોખો અને યાદગાર નજારો જોવા મળ્યો હતો. પ્રિન્સ વિલિયમે પોતે ઈલેક્ટ્રિક થ્રી-વ્હીલર (ઈ-રિક્ષા)નું સ્ટીયરિંગ સંભાળ્યું હતું, જ્યારે પત્ની પ્રિન્સેસ કેટ મિડલટન પાછળની સીટ પર બેસીને મુંબઈના દરિયાકિનારાની આ સફરનો આનંદ માણતા જોવા મળ્યા હતા. આ ખાસ ઈ-રિક્ષા મહિન્દ્રા લાસ્ટ માઈલ મોબિલિટી દ્વારા તૈયાર કરવામાં આવી છે, જે વર્ષ 2026ના પ્રતિષ્ઠિત 'અર્થશોટ પ્રાઈઝ'ની ફાઈનલિસ્ટ છે. રિક્ષાને અર્થશોટ પ્રાઈઝના ખાસ રંગો અને લોગોથી સજાવવામાં આવી હતી.


