લંડનઃ બ્રિટિશ રાજગાદીના વારસ એવા પ્રિન્સ વિલિયમે જણાવ્યું છે કે હું દેશભરમાંથી ઘરવિહોણા હોવાની સ્થિતિ નાબૂદ કરવામાં મદદ કરવા ઇચ્છું છું અને આ માટે હું આ મહિનાના અંતમાં એક મોટા પ્રોજેક્ટનો પ્રારંભ કરી રહ્યો છું. હું મારી પત્નીના રોયલ ફાઉન્ડેશનની મદદથી આ પ્રોજેક્ટ શરૂ કરી રહ્યો છું. 40 વર્ષીય વિલિયમ સખાવતી સંસ્થાઓના મદદગાર રહ્યા છે અને દેશમાંથી હોમલેસનેસ દૂર કરવા ઇચ્છે છે. તેમના માતા પ્રિન્સેસ ડાયના પણ આમ જ ઇચ્છતા હતા. તેઓ નાના હતા ત્યારે પ્રિન્સેસ ડાયના તેમને હોમલેસ શેલ્ટર લઇ જતા. પ્રિન્સ વિલિયમ આ મામલા પર કામ કરતી બે ચેરિટીના પેટ્રન પણ છે.


