લંડન
પ્રિન્સ ઓફ વેલ્સ વિલિયમ અને તેમના પત્ની કેટ ગુરુવારે સેન્ટ્રલ ઇંગ્લેન્ડના બર્મિંગહામ ખાતેના એક ભારતીય રેસ્ટોરન્ટની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન પ્રિન્સ વિલિયમે એક ગ્રાહકનું ફોન પર બુકિંગ લઇને બધાને આશ્ચર્યમાં મૂકી દીધાં હતાં. પ્રિન્સ વિલિયમે કોલ કરનાર ગ્રાહકની સાથે ચર્ચા કરીને તેમને ક્યારે ટેબલ ફ્રી મળી શકે છે, ગ્રાહકને જમ્યા બાદ ટ્રેન પકડવા માટે સમય મળશે કે કેમ તે પ્રકારની વાતો કરી હતી. પ્રિન્સ વિલિયમના અધિકારીએ જણાવ્યું હતું કે, આશા રાખીએ છીએ કે અમે તે ગ્રાહકને સાચી જગ્યાએ આવવા જણાવ્યું હતું. રેસ્ટોરન્ટ ખાતે પ્રિન્સ વિલિયમે બુકિંગ લીધું તે ઉપરાંત રોયલ કપલે રેસ્ટોરન્ટના કિચનમાં વાનગીઓ તૈયાર કરવામાં પણ મદદ કરી હતી.


