લંડનઃ પોતાના પ્રશંસકો સાથે પુનઃસંપર્ક કરવાના એક વ્યૂહાત્મક પગલામાં પ્રિન્સ હેરી અને મેઘન મર્કેલે પોતાના રાજવી દરજ્જા પર પણ પુનઃદાવો કરી દીધો છે. છેલ્લા બે વર્ષથી આ રાજવી યુગલ આર્ચવેલ બ્રાન્ડનો પ્રચાર કરી રહ્યું હતું. હવે તેમણે આર્ચવેલને પડતી મૂકીને પોતાના સમર્થકો સાથે સંપર્કમાં રહેવા sussex.com નામની નવી વેબસાઇટ શરૂ કરી છે. આ વેબસાઇટ ઓપન કરતાં તેના પર ઓફિશિયલ ટાઇટલ જોવા મળે છે કે ઓફિસ ઓફ પ્રિન્સ હેરી એન્ડ મેઘન મર્કેલ – ડ્યૂક એન્ડ ડચેસ ઓફ સસેક્સ.

