પ્રિન્સ હેરી અને મેઘનના રાજવી દરજ્જા છીનવી લેવા સંસદમાં ખરડાની યોજના

મેઇલ ઓન સન્ડેને 48,000 પાઉન્ડ ચૂકવવા પ્રિન્સ હેરીને આદેશ

Tuesday 12th December 2023 12:41 EST
 
 

લંડનઃ રાજવી પરિવારમાં ચાલી રહેલા વિવાદો મધ્યે ટોરી સાંસદ બોબ સીલીએ પ્રિન્સ હેરી અને મેઘન મર્કેલના રાજવી દરજ્જા છીનવી લેવા સંસદમાં ખરડો રજૂ કરવાની .યોજના તૈયાર કરી છે. સીલીનો આરોપ છે કે ડ્યુક અને ડચેસ ઓફ સસેક્સે રાજાશાહીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી છે. હું અગાઉ ઇતિહાસમાં લેવાયેલાં પગલાંથી પ્રેરિત થઇને આ ખરડો લાવી રહ્યો છું.

સીલીનો આ પ્રસ્તાવિત સુધારો પ્રવર્તમાન કાયદાનો ઉપયોગ કરશે જેનો ઉપયોગ પ્રથમ વિશ્વ યુદ્ધ સમયે જર્મન દરબારીઓને અપાયેલા બ્રિટિશ ટાઇટલ્સ છીનવી લેવા કરાયો હતો. સીલીનો પ્રસ્તાવિત ખરડો રોયલ ટાઇટલ્સ છીનવી લેવા પ્રાઇવી કાઉન્સિલને સલાહ આપવા માટે સંસદમાં મતદાનની પરવાનગી આપશે. સીલીએ જણાવ્યું હતું કે, જો કોઇ વ્યક્તિ તેની રાજવી જવાબદારીઓ ન નિભાવે તો તેને અપાયેલા ટાઇટલ્સ અને વિશેષાધિકારો છીનવી લેવા જોઇએ.

મેઇલ ઓન સન્ડેને 48,000 પાઉન્ડ ચૂકવવા પ્રિન્સ હેરીને આદેશ

મેઇલ ઓન સન્ડે દ્વારા પ્રસિદ્ધ કરાયેલા એક આર્ટિકલ મુદ્દે કાયદાકીય લડાઇ લડી રહેલા પ્રિન્સ હેરીને અદાલતે 48000 પાઉન્ડ કરતાં વધુ રકમ અખબારને ચૂકવવાનો આદેશ આપ્યો છે. પ્રિન્સ હેરીએ તેમની સુરક્ષા અંગે હોમ ઓફિસ સાથેની કાયદાકીય લડાઇ મુદ્દે પ્રસિદ્ધ કરાયેલા આર્ટિકલ મુદ્દે એસોસિએટેડ પ્રેસ લિમિટેડ પર દાવો ઠોક્યો હતો. અખબાર દ્વારા દલીલ કરાઇ હતી કે આર્ટિકલમાં પ્રમાણિક મંતવ્ય રજૂ કરાયું હતું. તેના કારણે પ્રિન્સ હેરીને કોઇ નુકસાન થયું નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter