પ્રિન્સ હેરી સાથે સંકળાયેલી કોંગો સ્થિત ચેરિટી દ્વારા માનવ અધિકાર ઉલ્લંઘન

Tuesday 13th May 2025 11:15 EDT
 
 

લંડનઃ પ્રિન્સ હેરી સાથે સંકળાયેલી આફ્રિકન ચેરિટીમાં માનવઅધિકારનું ઘોર ઉલ્લંઘન કરાયું હોવાનું સામે આવ્યું છે. આ મામલાની તપાસ ચેરી બ્લેરની કંપની ઓમ્નિયા સ્ટ્રેટેજી એલએલપી કરી રહી છે. કંપની દ્વારા રિપબ્લિક ઓફ કોંગો સ્થિત આફ્રિકન પાર્ક્સની તપાસ પૂરી કરાઇ છે.

પ્રિન્સ હેરી આ ચેરિટીના બોર્ડ મેમ્બર છે. આરોપ મૂકવામાં આવ્યો હતો કે ચેરિટી માટે કામ કરતા કર્મચારીઓ દ્વારા સ્થાનિક રહેવાસીઓ પર બળાત્કાર અને અત્યાચાર ગુજારાયા હતા. બ્લેરે જણાવ્યું હતું કે, અમારી તપાસ આફ્રિકાના સૌથી જૂના નેશનલ પાર્ક પૈકીના એકમાં માનવ અધિકારની પુનઃસ્થાપના કરશે તેવી આશા છે.

જોકે હજુ બ્લેરની કંપની દ્વારા તપાસનો સંપુર્ણ અહેવાલ જારી કરાયો નથી પરંતુ ચેરિટીએ કબૂલાત કરી છે કે માનવ અધિકારનું ઉલ્લંઘન થયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter