પ્રિન્સ હેરીના કેલિફોર્નિયા ડ્રીમનો અંતઃ સપરિવાર વતનવાપસી કરશે

ડ્યુક ઓફ સસેક્સનો પરિવાર સામાન્ય નાગરિક તરીકે વસવાટ કરશે

Tuesday 25th August 2026 10:29 EDT
 
 

લંડનઃ અમેરિકામાં છ વર્ષનો સ્વૈચ્છિક દેશવટો ભોગવ્યા બાદ ડ્યુક ઓફ સસેક્સ પ્રિન્સ હેરી અને તેમના પત્ની મેઘન મર્કેલ આગામી સપ્તાહોમાં સંતાનો સાથે યુનાઇટેડ કિંગડમ પરત ફરવા જઈ રહ્યા છે. આ નિર્ણય સાથે જ બકિંગહામ પેલેસ અને આ રાજવી દંપતી વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદો વચ્ચે એક નવો વળાંક આવ્યો છે.

વાકેફ સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રિન્સ હેરી અને મેઘન રાજ પરિવારના સક્રિય સભ્યો તરીકે નહિ પરંતુ સામાન્ય નાગરિકો તરીકે જ બ્રિટનમાં વસવાટ કરશે. આ અંગેની જાણ રવિવારે કિંગ ચાર્લ્સને કરી દેવામાં આવી હતી.

વર્ષ 2020માં રાજવી પરિવારની સત્તાવાર જવાબદારીઓમાંથી મુક્ત થવાના નિર્ણય બાદ દંપતી અમેરિકા શિફ્ટ થઈ ગયું હતું. આ ઘટનાક્રમ બાદ પ્રિન્સ હેરી પાસેથી તેમની માનદ સૈન્ય પદવીઓ પણ પરત લઈ લેવામાં આવી હતી. હવે બ્રિટન પરત ફર્યા બાદ પણ રાજપરિવારમાં તેમના વહીવટી હોદ્દા કે જવાબદારીઓમાં કોઈ ફેરફાર થશે નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter