પ્રિન્સ હેરીનો બદનક્ષીપૂર્ણ આક્ષેપોના કેસમાં વિજય

Wednesday 03rd February 2021 04:21 EST
 
 

લંડનઃ સોમવારની સવારે હાઈ કોર્ટમાં ટુંકી સુનાવણી દરમિયાન ડ્યૂક ઓફ સસેક્સના વકીલોએ કહ્યું હતું કે એસોસિયેટેડ ન્યૂઝપેપર્સે તેમના આક્ષેપો ખોટા હોવાનું સ્વીકારી લીધું છે. પ્રિન્સ હેરીએ સીનિયર રોયલ તરીકે પદત્યાગ પછી રોયલ મરિન્સનું અપમાન કર્યાના અહેવાલો ‘પાયાવિહોણા, ખોટા અને બદનક્ષીપૂર્ણ’ હોવા બાબતે  ધ મેઈલ ઓન સન્ડે અને મેઈલ ઓનલાઈનના પબ્લિશર્સ પાસેથી માફી અને નોંધપાત્ર ડેમેજીસનો સ્વીકાર કર્યો હતો. 

પ્રિન્સ હેરીએ ગત માર્ચમાં ઓનરરી મરિન તરીકે છેલ્લી દેખા દીધા પછી તેમણે મરિન્સ સાથે કોઈ સંપર્ક જાળવ્યો નહિ હોવાનું જણાવતા બે સરખા લેખો ઓક્ટોબરમાં પ્રકાશિત થવા બાબતે એસોસિયેટેડ ન્યૂઝપેપર્સ સામે કાનૂની કાર્યવાહી કરી હતી. હાઈ કોર્ટમાં ટુંકી સુનાવણી દરમિયાન ડ્યૂકના વકીલોએ કહ્યું હતું કે નોંધપાત્ર નુકસાન થઈ ગયા પછી એસોસિયેટેડ ન્યૂઝપેપર્સે તેમના આક્ષેપો ખોટા હોવાનું સ્વીકારી લીધું છે.

ડ્યૂકનું પ્રતિનિધિત્વ કરતી જેની આફિઆએ કહ્યું હતું કે ધ મેઈલ ઓન સન્ડેમાં અને વેબસાઈટ મેઈલ ઓનલાઈનમાં પ્રકાશિત ‘પાયાવિહોણી, ખોટી અને બદનક્ષીપૂર્ણ’ સ્ટોરીઝ ડ્યૂકના ચારિત્ર્ય પર ગત હુમલો કરનારી હતી એટલું જ નહિ, આ દેશને તેમની સેવા પર ખોટી રીતે પ્રશ્ન ઉઠાવનારી હતી. તેમણે ઉમેર્યું હતું કે પ્રિન્સ તેમને મળેલું વળતર ૨૦૧૪માં તેમણે સ્થાપેલા ઈન્વિક્ટસ ગેમ્સ ફાઉન્ડેશનને દાન આપેલ છે જે ઈજાગ્રસ્ત અથવા બીમાર સર્વિસમેન્સ અને વુમન્સ માટે સ્પર્ધા યોજે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter