લંડનઃ ક્રિસમસ સીઝન નજીક આવી ચૂકી છે ત્યારે 5 ડિસેમ્બરના રોજ પ્રિન્સેસ ઓફ વેલ્સ કેટ મિડલટન દ્વારા વેસ્ટ મિન્સ્ટર એબી ખાતે કેરોલ સર્વિસનું આયોજન કરાયું હતું. સર્વિસમાં કેટની સાથે પ્રિન્સ વિલિયમ અને 3 સંતાનો પણ સામેલ થયાં હતા. આ પ્રસંગે સંખ્યાબંધ હોલીવૂડ સેલિબ્રિટી, ચેરિટી હીરોઝ અને અન્ય અગ્રણીઓ હાજર રહ્યાં હતાં.


