પ્રિન્સેસ ઓફ વેલ્સ લેસ્ટર ખાતે હોળીની ઉજવણીમાં જોડાયાં

લેસ્ટરના પ્રસિદ્ધ ગોલ્ડમાઇન રોડ, શ્રીજી ધામ હવેલી અને બેલગ્રેવ નેબરહૂડ સેન્ટર ખાતે પ્રિન્સેસે હોળીનો ઉત્સવ માણ્યો

Tuesday 10th March 2026 11:59 EDT
 
 

લંડનઃ આ વર્ષની હોળીની ઉજવણી લેસ્ટર માટે વિશેષ બની રહી હતી. પ્રિન્સેસ ઓફ વેલ્સ કેટ મિડલટન લેસ્ટર ખાતે હોળીની ઉજવણીમાં બ્રિટિશ ભારતીય સમુદાય સાથે સામેલ થયા હતા. પ્રિન્સેસે શહેરની જાણીતી સ્ટ્રીટ ગોલ્ડ માઇનની કોઇપણ સુરક્ષા વિના મુલાકાત લીધી હતી અને લોકોને મળ્યા હતા. ત્યારબાદ તેમણે બ્રિટનના સૌપ્રથમ હિન્દુ મંદિરની મુલાકાત લીધી હતી. અહીં તેઓ પરંપરાગત નૃત્યમાં સામેલ થયા હતા અને કૃષ્ણ ભગવાનની પ્રતિમા પર દૂધાભિષેક પણ કર્યો હતો. લેસ્ટરના કોમ્યુનિટી સેન્ટર ખાતે તેમનું પુષ્પહારથી સ્વાગત કરાયું હતું.

પ્રિન્સેસે બેલગ્રેવ નેબરહૂડ સેન્ટરની મુલાકાત લીધી હતી. આ સંસ્થા પ્રતિ સપ્તાહ 1000 કરતાં વધુ લોકોને તેના કોમ્યુનિટી ડાન્સ પ્રોગ્રામ દ્વારા મદદ કરે છે. પ્રિન્સેસે સેન્ટરના સ્થાપક આક્રશ ઓડેદરાની મુલાકાત લીધી હતી. એવોર્ડ વિનિંગ કોરિયોગ્રાફર અને બોલીવૂડ ડાન્સર ઓડેદરાએ વર્ષ 2011માં આ સંસ્થાની સ્થાપના કરી હતી જેથી કલા અને નૃત્ય દ્વારા ખુશહાલ અને તંદુરસ્ત સમાજનું નિર્માણ કરી શકાય.

ત્યારબાદ પ્રિન્સેસ ઓફ વેલ્સે શ્રીજી ધામ હવેલીની મુલાકાત લીધી હતી. આ હિન્દુ મંદિરમાં શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીનું શિક્ષણ અપાય છે. આ મંદિર લેસ્ટરની સ્થાનિક વૈષ્ણવ કોમ્યુનિટીનું છે. અહીં તેમણે મહિલાઓ સાથે નૃત્યમાં ભાગ લીધો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter