પ્રિન્સેસ ડાયનાનું રેડ સ્વેટર 1.1 મિલિયન ડોલરમાં વેચાયું

Tuesday 19th September 2023 12:58 EDT
 
 

લંડનઃ પ્રિન્સેસ ડાયનાનું લાલ રંગનું સ્વેટર 1.1 મિલિયન ડોલરમાં વેચાયું છે. સોથબી ઓક્શન હાઉસ દ્વારા હરાજી કરાયેલું આ સ્વેટર પ્રિન્સેસ ડાયનાએ જૂન 1981માં તત્કાલિન પ્રિન્સ ચાર્લ્સ સાથે સગાઇ થયા બાદ એક પોલો મેચમાં પહેર્યું હતું. લાલ રંગના આ સ્વેટરમાં એક કાળા ઘેટાંની સાથે શ્રેણીબદ્ધ સફેદ ઘેટાંની ડિઝાઇન છે. સોથબી દ્વારા આ સ્વેટરની પ્રારંભિક 50થી 80 હજાર ડોલર આંકવામાં આવી હતી પરંતુ ઓનલાઇન હરાજીમાં આ સ્વેટર માટે પડાપડી થઇ હતી અને આખરે 1.1 મિલિયન ડોલરની બોલી મેદાન મારી ગઇ હતી. હરાજીની છેલ્લી 15 મિનિટમાં સ્વેટરની કિંમત 1,90,000 ડોલરથી વધીને 1.1 મિલિયન ડોલર પર પહોંચી હતી. જોકે સોથબીએ આ સ્વેટરની ખરીદી કોણે કરી છે તેની જાહેરાત કરી નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter