લંડનઃ યુકે અને શ્રીલંકા વચ્ચેના રાજદ્વારી સંબંધોના 75 વર્ષ પૂરા થયાના અવસરે કોલંબોની મુલાકાતે પહોંચેલા યુકેના પ્રિન્સેસ રોયલ અને તેમના પતિ વાઇસ એડમિરલ સર તિમોથી લોરેન્સે વજિરા પિલ્લાયર કોવિલ હિન્દુ મંદિરની મુલાકાત લઇ ગાયને ઘાસ ખવડાવ્યું હતું. પ્રિન્સેસ રોયલે કોમનવેલ્થ વોર ગ્રેવ્સ કમિશન ખાતેની રિમેમ્બરન્સ સર્વિસમાં પણ હાજરી આપી હતી.


