પ્રેક્ષકોને ખડખડાટ હસાવતું ગુજરાતી નાટક કાકા કો કુછ કુછ હોતા હૈ...

Wednesday 07th September 2022 05:40 EDT
 
 

‘કાકા કો કુછ કુછ હોતા હૈ’ નાટકને તમે હાસ્યની બુલેટ ટ્રેન કહો તો પણ ખોટું નથી. રાજેશ અને શર્મિલા વચ્ચે મોટી ઉંમરે પ્રેમના ફૂલ ખીલે છે અને પછી આ પ્રેમની સ્વીકૃતિ માટે તેમણે પરિવારજનોને મનાવવા માટે જે મથામણ કરવી પડે છે અને સમાજમાં જે સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેની રમૂજભરી રજૂઆત એટલે કાકા કો કુછ કુછ હોતા હૈ. આસીફ પટેલ નિર્મિત અને ઈમ્તિયાઝ પટેલ લિખિત આ અફલાતૂન કોમેડી નાટકના ભારતમાં 150 દિવસમાં 150 સફળ શો યોજાઇ ચૂક્યા છે અને હવે તેઓ લંડનના ઓડિયન્સને હસાવવા માટે આવ્યા છે. કાકા કો કુછ કુછ હોતા હૈ નાટક તમામ વયના લોકોએ ખૂબ જ પસંદ કર્યું છે. પ્રેક્ષકોની તાળીઓના ગડગડાટ અને સીટીથી હોલ સતત ગૂંજતો રહે છે. નાટકમાં આશિષ ભટ્ટ ઉપરાંત પ્રથમ ભટ્ટ, ધ્રુવ બારોટ, આસીફ પટેલ, દેવશ્રી આચાર્ય, મહેક ભટ્ટ, કમલેશ પરમાર, તૃપ્તિ રાઠોડ અને અર્પિતા શેઠિયા વગેરેએ ભૂમિકા ભજવી છે.
યુકેના પ્રમોટર ગેલેક્સી શોના પંકજ સોઢા છે. લંડન, લેસ્ટર અને બર્મિંગહામ ખાતે 2 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર દરમિયાન શો યોજાયા છે. જેમાં 9મી સપ્ટેમ્બરે લેસ્ટર, 10મી સપ્ટેમ્બરે રાયસ્લીપ અને 11મી સપ્ટેમ્બરે પોટર્સ બાર ખાતે શોનું આયોજન થયું છે. શોના બુકિંગ માટે સંપર્ક - પંકજ સોઢા 07985 222 186


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter