લંડનઃ ઝામ્બિયાના દિવંગત પ્રેસિડેન્ટ માઈકલ ચિલુફ્યા સાટાના સત્તાવાર ફ્યુનરલમાં ક્વીન એલિઝાબેથ દ્વિતીય અને તેમની સરકારના પ્રતિનિધિ તરીકે લોર્ડ ડોલર પોપટે કાઉન્ટેસ ઓફ વેસેક્સની સાથે હાજરી આપી હતી. પ્રેસિડેન્ટ સાટાનું ૭૭ વર્ષની વયે બે સપ્તાહ અગાઉ લંડનમાં સારવાર દરમિયાન નિધન થયું હતું. હર મેજેસ્ટીના લોર્ડ ઈન વેઈટિંગ તરીકે લોર્ડ પોપટે શુક્રવાર ૩૧ ઓક્ટોબરે હીથ્રો એરપોર્ટ પર રિપેટ્રિએશન સેરિમનીમાં શાહી પરિવારનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
સત્તાવાર ફ્યુનરલમાં કેન્યાના પ્રમુખ ઉહુરુ કેન્યાટા, યુગાન્ડાના પ્રમુખ યોવેરી મુસેવેની, કોંગોના પ્રમુખ જોસેફ કાબિલા, નામિબિયાના પ્રમુખ પોહામ્બા, માલાવીના ઉપપ્રમુખ સાઉલોસ ચિલિમા અને સાઉથ આફ્રિકાના નાયબ પ્રમુખ સીરિલ રામફોસ સહિત આફ્રિકન નેતાઓ ઉપસ્થિત હતા.
૨૦૧૧માં પ્રમુખ બનેલા સાવંશીય વૈવિધ્યટાવંશીય વૈવિધ્યએ અગાઉ બ્રિટિશ રેલ પોર્ટર, લોન્ડ્રીમેન તરીકે તેમ જ ૧૯૭૦ના દાયકામાં પોલિટિકલ સાયન્સના અભ્યાસ દરમિયાન બ્રિટનમાં વિવિધ કાર એસેમ્બલી પ્લાન્ટ્સમાં કામ કર્યુ હતું.
લોર્ડ પોપટે બ્રિટિશ સરકારને પ્રેસિડેન્ટ સાટાના નિધનથી આઘાત લાગ્યો હોવાનું જણાવી પ્રમુખ સાટાની અંતિમવિધિમાં બ્રિટિશ સરકારના પ્રતિનિધિ સ્વરુપે ઉપસ્થિત રહેવાનું ગૌરવ પોતાને પ્રાપ્ત થયું હોવાનું
જણાવ્યું હતું.