પ્રોટીન ડ્રિંક્સ પર આરોગ્ય વિષયક ચેતવણી છાપવાની માગ

2020માં ગુજરાતી સગીરનું પ્રોટીન શેક પીધા પછી મોત થયું હતું

Tuesday 04th July 2023 12:14 EDT
 
 

લંડનઃ વર્ષ 2020માં સગીર રોહન ગોધાનિયાનું પ્રોટીન શેક પીધા પછી બીમારીના કારણે મોત થયું હતું. બ્રેઇન ડેમેજ થવાના કારણે રોહનનું 3 જ દિવસમાં મોત થયું હતું. હવે એક વરિષ્ઠ બ્રિટિશ અધિકારીએ બજારમાં વેચાતા પ્રોટીન ડ્રિંક્સ પર આરોગ્ય વિષયક ચેતવણી છાપવાની માગ કરી છે.

લંડનનો રોહન ગોધાનિયા 15 ઓગસ્ટ 2020ના રોજ પ્રોટીન શેક પીધા પછી બીમાર પડ્યો હતો. બ્રેઇન ડેમેજના કારણે વેસ્ટ મિડલસેક્સ હોસ્પિટલમાં 3 દિવસ બાદ તેનું મોત થયું હતું. હોસ્પિટલ તેની બીમારીનું સાચું કારણ જાણી શકે તે પહેલાં જ તેના અંગો દાનમાં આપી દેવાયાં હતાં. પોતાનો પુત્ર ખૂબ પાતળો હોવાથી તેના સ્નાયુઓ મજબૂત બને તે માટે રોહનના પિતા પુષ્પ જાતે પ્રોટીન શેક ખરીદીને લાવ્યા હતા.

કોરોનર ટોમ ઓસ્બોર્ને જણાવ્યું છે કે પ્રોટીન ડ્રિંક્સ અંગેની ચિંતાઓ માટે મારે કહેવુ છે કે રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા તેમના પેકેજિંગ પર આરોગ્ય વિષયક ચેતવણી છાપવાની જોગવાઇ થવી જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter