લંડનઃ ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, તમામ મૃતદેહ અને અવશેષો પર સંપુર્ણ વ્યાવસાયિક રીતે પ્રક્રિયાઓ કરી હતી. અમે આ અંગેના મીડિયા રિપોર્ટ જોયાં છે અને અમે બ્રિટિશ સત્તાવાળાઓ સાથે મળીને આ મુદ્દા પર કામ કરી રહ્યાં છીએ. મૃતદેહો અને અવશેષોની ઓળખ પ્રક્રિયા સંબંધિત સત્તાવાળાઓ દ્વારા સ્થાપિત પ્રોટોકોલ અને ટેકનીકલ જરૂરીયાત પ્રમાણે કરાઇ હતી.