પ્લાન્ટ-મશીનરી પર ખર્ચાતી રકમ પર અપાતી કર રાહત કાયમી કરાઇ

હોસ્પિટાલિટી અને રિટેલ સેક્ટરમાં બિઝનેસ રેટ ડિસ્કાઉન્ટ અપાશે

Tuesday 28th November 2023 10:36 EST
 

લંડનઃ ચાન્સેલર જેરેમી હન્ટે ઓટમ સ્ટેટમેન્ટમાં ઉદ્યોગજગતને પણ રાહત આપી હતી. તેમણે પ્લાન્ટ અને મશીનરી માટે ખર્ચાતા દરેક 1 પાઉન્ડ પર 25 પેન્સની કરરાહતને કાયમી બનાવવાની જાહેરાત કરી છે. આ રાહત એપ્રિલ 2026 સુધી અમલમાં રહેશે અને તેના કારણે સરકારને 10 બિલિયન પાઉન્ડનો બોજો પડશે. ચાન્સેલરે આ રાહતને આધુનિક બ્રિટનમાં ઉદ્યોગજગતને અપાયેલી સૌથી મોટી કરરાહત ગણાવી હતી. સરકારના આ સુધારાના કારણે હવે કંપનીઓ નવા આઇટી ઇક્વિપમેન્ટ અને ફેક્ટરી મશીનરીમાં વધુ રોકાણ કરીને કરમાં રાહત મેળવી શકશે. ચાન્સેલરે જણાવ્યું હતું કે, આ પગલાંને કારણે બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટમાં જીડીપીના 1 ટકા જેટલો વધારો થશે.

ચાન્સેલરે હોસ્પિટાલિટી, રિટેલ અને લીઝર સેક્ટરમાં 4.3 બિલિયન પાઉન્ડના બિઝનેસ રેટ ડિસ્કાઉન્ટની પણ જાહેરાત કરી છે. જેના કારણે રિટેલ અને હોસ્પિટાલિટી સેક્ટરમાં મૂડી રોકાણ કરનારાને લાભ થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter