લંડનઃ ઈંગ્લેન્ડમાં એપ્રિલ ૨૦૨૧થી તમામ શોપ્સ માટે પ્લાસ્ટિક કેરિયર બેગ્સની કિંમત બમણી થઈને ૧૦ પેન્સ થવાની છે. ૨૫૦ અથવા તેનાથી ઓછા લોકોની ખરીદારી રહેતી હોય તેવા નાના રીટેઈલર્સ પણ બાકાત રહેશે નહિ. અત્યારે મોટા રીટેઈલર્સ દ્વારા પ્લાસ્ટિક બેગ્સ માટે પાંચ પેન્સ ચાર્જ લેવાય છે તેને પણ સફળતા મળી છે.
એન્વિરોન્મેન્ટ સેક્રેટરી જ્યોર્જ યુસ્ટાઈસે જણાવ્યું હતું કે સિંગલ યુઝ પ્લાસ્ટિક કેરિયર્સ બેગનો ચાર્જ બમણો કરાવાથી લાંબો સમય ચાલે તેવી બેગ્સનો ઉપયોગ અને વેચાણ વધશે. કેરિયર બેગ્સની ૧૦ પેન્સની કિંમતને પ્લાસ્ટિક સ્ટ્રોઝ, ડ્રિન્ક્સ હલાવવાની સળીઓ અને કોટન બડ્સ પરના પ્રતિબંધો સાથે સાંકળી લેવી જોઈએ.
સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં નાના દુકાનદારો સહિત તમામ રીટેઈલર્સ પ્લાસ્ટિક બેગ્સ માટે લઘુતમ પાંચ પેન્સ ચાર્જ કરે છે. સૌપ્રથમ વેલ્સમાં ૨૦૧૧માં, તે પછી ૨૦૧૩માં નોર્ધર્ન આયર્લેન્ડ અને ૨૦૧૪માં સ્કોટલેન્ડે ચાર્જ દાખલ કર્યો હતો. ઈંગ્લેન્ડમાં પાંચ ઓક્ટોબર ૨૦૧૫થી પ્લાસ્ટિક બેગ પર ચાર્જ લદાયો હતો.