લંડનઃ એર ઇન્ડિયા પ્લેન ક્રેશની પ્રથમ વરસી પર પીડિતોની સ્મૃતિમાં ઘટનાસ્થળે કોઈ જ તૈયારીઓ જોવા મળી નહોતી. ત્યાં ન તો કોઈ સ્મારકની વ્યવસ્થા હતી કે ન તો કોઈ સાર્વજનિક શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. હકીકતમાં પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા માટે ઘટનાસ્થળે પહોંચનારા પ્રથમ મહાનુભાવ કોઈ ભારતીય અધિકારી નહીં પરંતુ બ્રિટિશ હાઈ કમિશનર લિન્ડી કેમરન હતા. દુર્ઘટના સ્થળે કોઇપણ સત્તાવાર કાર્યક્રમની ગેરહાજરી ઘણું બધું કહી જાય છે. બ્રિટિશ હાઈ કમિશનરને દુર્ઘટનાસ્થળે પીડિતોને શ્રદ્ધાંજલિ આપતા જોઈને ઘણા સવાલો ઊભા થયા હતા. આ દુર્ઘટના સ્થળ એક સ્મરણસ્થળ બનવું જોઈતું હતું


