પ્લેન ક્રેશમાં ઘરના મોભી ગુમાવ્યા બાદ હવે ઉમંગ પટેલનો આજીવિકા બચાવવા જંગ

રોયલ મેઇલના ડિલિવરી ઓફિસ બંધ કરવાના નિર્ણયનો સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ

Tuesday 24th June 2025 10:46 EDT
 
 

લંડનઃ એર ઇન્ડિયા પ્લેન ક્રેશમાં પિતાને ગુમાવનાર પોસ્ટ માસ્ટરને પોતાનો બિઝનેસ બચાવવા માટે રોયલ મેઇલ સામે જંગ લડવાની નોબત આવી છે. અમદાવાદના પ્લેન ક્રેશમાં ઉમંગ પટેલના પિતા કિરિટ પટેલનું અવસાન થયું હતું. ઉમંગ પટેલ બ્રિસ્ટોલ નજીકના પેન્સફોર્ડના સમરસેટ વિલેજમાં રહે છે અને પોસ્ટ ઓફિસ તથા શોપનું સંચાલન કરી ગુજરાન ચલાવે છે.

પ્લેન ક્રેશમાં ઘરના મોભીને ગુમાવ્યા બાદ હવે ઉમંગ પટેલને આજીવિકાનો જંગ લડવાની નોબત આવી છે. રોયલ મેઇલ દ્વારા ડિલિવરી ઓફિસ બંધ કરવાનો નિર્ણય લેવાતાં પરિવારની આજીવિકા પર જોખમ સર્જાયું છે. ઉમંગ પટેલે પેરિસ કાઉન્સિલ સમક્ષ ધા નાખતાં કાઉન્સિલરોએ પણ ડિલિવરી ઓફિસ બંધ કરવાનો લેખિતમાં વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, અમારી કોમ્યુનિટીના સભ્યની લાઇફલાઇન છે અને નજીકની બ્રાન્ટ 3 માઇલ દૂર આવેલી છે.

રોયલ મેઇલના આ નિર્ણય સામે પીટિશન પણ લોન્ચ કરાઇ છે જેમાં 1200 કરતાં વધુ લોકોએ હસ્તાક્ષર કર્યાં છે. રોયલ મેઇલનું કહેવું છે કે અમે આ ડિલિવરી ઓફિસને નવી પૌલટન ડિલિવરી ઓફિસમાં ભેળવી રહ્યાં છીએ. તેનાથી અમે અમારી કામગીરીમાં વધુ સુધારો કરી શકીશું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter